મોરબીમાં ચક્કર આવી પડી જતા મહિલાનું મોત
મોરબીના માધાપરમાં રહેણાંક મકાન પાસે શેરીમાં ખુણચી નાખી બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચકકર આવી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ લતાબેન બાઘુભાઇ ગાંડુભાઇ ભાંગરા (ઉ.વ.૪૨) રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળા રાત્રીના દશેક વાગ્યે પોતાના રહેણાંક મકાન પાસે શેરીમાં રોડ ઉપર ખુરશીમા બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચક્કર આવતા નિચે પડી જતા માથાના ભાગે ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે કરાવી વધુ સારવાર સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જતા સારવાર દરમીયાન લતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.