મોરબીમાં કારનો કાચ તોડી રૂપિયા એક લાખની ચોરી કરનાર ઈસમને બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો
મોરબી: મોરબી સીટીમાં પાર્ક કરેલ બલેનો ગાડીના કાચ તોડી રોકડા રૂપીયા એક લાખની ચોરી કરનાર આરોપીને કુલ રૂ. ૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. તથા મોરબી સીટી એ ડીવી પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પીટલ પાસે રોડ ઉપર શૈલેષભાઇ બચુભાઇ સાણંજા રહે. શોભાકુંજ, અવનીરોડ, અવની ચોકડી પાસે, મોરબી વાળાએ પોતાની બલેનો ગાડી નંબર- જીજે-૩૬-એફ-૨૯૫૪ વાળી પાર્ક કરી ઘરકામ અર્થે બહાર ગયેલ હતા તે દરમિયાન કોઇ અજાણયા વ્યકિતએ તેઓની બલેનો ગાડીના આગળની બાજુ ખાલી સાઇડના દરવાજાનો કાચ તોડી ગાડીમાં રહેલ થેલામાંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો.
મોરબી એલ.સી.બી તથા મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી બાતમી મળેલ કે, સી.એન.જી. રીક્ષા નંબર-GJ-01-GT-0991 ના ચાલકે અંજામ આપેલાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફ મોરબી ધરમપુર રોડ, યુનીક સ્કુલ પાસે હતા તે દરમિયાન સી.એન.જી.રીક્ષા નંબર- GJ-01-GT-0991 ના ચાલકને હસ્તગત કરી પુછપરછ કરતા પોતે ચોરીના ગુનાને અંજામ આપેલાની બાતમી જણાવતા તેમજ તેની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- મળી આવતા રીક્ષા સહિત કુલ રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપી કેતનભાઈ દાતારામ ચૌહાણ ઉ.વ.૩૧ રહે. હાલ આઈ.ટી.આઈ.ની પાછળ, મહેંદ્રનગર મોરબી મુળ રહે. લાંબા ઇન્દીરાનગર મકાન ન.૨૫/૭૨ અમદાવાદવાળાને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. તરક સોપવામાં આવેલ છે.