મોરબીમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર
મોરબી: મોરબી નેશનલ હાઇવે રોડ શક્તિ ચેમ્બર પાસે આવેલ એમ.બી. હોટેલની સામે આવેલ જ.કે. ટાઇલ્સ અને સેનેટરી વેર નામના ખુલ્લા વાડામાં રાખેલ સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નેશનલ હાઇવે રોડ શક્તિ ચેમ્બર પાસે આવેલ એમ.બી. હોટેલની સામે આવેલ જ.કે. ટાઇલ્સ અને સેનેટરી વેર નામના ખુલ્લા વાડામાં રાખેલ આરોપીની સેન્ટ્રો કાર રજીસ્ટર નંબર – જીજે -૦૧ -એચ એન.-૬૨૦૨ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૫ કિં રૂ. ૯૬,૭૪૦ તથા સેન્ટ્રો કાર મળી કુલ કિં રૂ.૧,૪૬,૭૪૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી રાજદીપસિંહ ઉર્ફે રાજા વિક્રમસિંહ સરવૈયા રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ સામે કાંઠે મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.