Friday, September 20, 2024

મોરબીમાં બોળચોથ નિમિતે ઠેર-ઠેર ગાય -વાછરડાનુ પૂજન કરાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી

(જનક રાજા દ્વારા) મોરબી : પવિત્ર શ્રાવણમાસ તહેવારોનો મહિનો છે અને શ્રાવણ માસ પૂર્વે દિવસાથી શરૂ થતાં વ્રત પૂજન શ્રાવણી અમાસ સુધી ચાલતા હોય છે ત્યારે આજે શ્રાવણ વદ ચોથ એટલે કે બોળ ચોથને “બહુલા” ચોથ પણ કહેવાય છે. બોળચોથએ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી તમામ ભગવાનની પુજા થઈ જાય તેમ માનવામા આવે છે. ત્યારે બોળચોથ નિમિત્તે મોરબીમાં ઠેરઠેર બહેનો – માતાઓ દ્વારા ગાય – વાછરડાનુ પૂજન કરી આપણી સંસ્કૃતિમાં રહેલ ગૌ પૂજનના માહાત્મ્યની પરંપરા અનુસરી હતી.

બોળચોથ વ્રત અંતર્ગત મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી, જુના વિસ્તારોમા, રવાપર રોડ, શનાળા રોડ, વગેરે સોસાયટીની બહેનોએ ગાય માતાનું પૂજન કર્યું હતું. મોરબીના જાણીતા શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાય માતાના રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે. તેમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય છે. જેથી ગાયના અંગો ઉપાંગો અને મળ મૂત્રનો પણ પૂજાકાર્યમાં ઉપયોગ થાય છે. ગાયો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગાયનું દૂધમાં, દહીમાં, ઘી, માખણ વગેરેમાંથી જે તત્વ મળે છે. જે અન્ય પશુઓમાં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપથી પાચન થાય છે. તેમના દૂધથી બાળકોની બુદ્ધિ વધુ સારી રહે છે.આમ ગાયનું સંરક્ષણ, સંવર્ધન અને ઉછેર સારી રીતે થાય એ પણ ગાય માતાની સેવાપૂજા બરાબર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું..પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવારમાં સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ અને રાજાઅત્રે પણ ગાયો રાખી તેનું પુજન અર્ચન કરતા. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા ગણાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર