મોરબીમાં બીમારીથી કંટાળી પ્રૌઢે એસિડ ગટગટાવ્યું
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રૌઢે બીમારી કંટાળી એસિડ પી લેતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મુછડીયા (ઉ.વ.૫૫) એ ગત તા. ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે બીમારીથી કંટાળી એસિડ પી જતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.