મોરબીમાંથી બાઈક ચોરી કરતો રીઢો વાહન ચોર ઝડપાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના બે અન-ડીટેક્ટ ગુન્હા મુદ્દામાલ સાથે રીઢા વાહન ચોરને બે વર્ષ જુની વાહન ચોરી ડીટેક્ટ કરી રીઢા ચોરને મોરબી એસ.ઓ.જી.ટીમ ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ પર આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે શંકાસ્પદ રીતે નિકળતા તુરત જ તેને રોકી નામ પુછપરછ કરતા આરોપીના મોટર સાયકલ નંબર-GJ-3DP-3732 સાથેના મોબાઇલ પોકેટ કોપ સર્ચ કરતા વાહનના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આશરે આઠેક માસ પહેલા ચોરી થયેલ જે અંગે ગુન્હો દાખલ થયેલની બાતમી મળતા આરોપીની વધુ પુછપરછ કરતા આશરે પોણા બે વર્ષ પહેલા ઘુંટુ ગામે એક નવુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર ચોરી કરી લઇ જતા મોરબી નગર દરવાજા ચોકમાં ટ્રાફીક પોલીસ ચેકીંગ દરમ્યાન વાહન ડીટેઇન થઇ ગયેલ હોય જે બાબતે ટ્રાફીક શાખામાં ખરાઇ કરતા GJ-36-N-3996 વાહન ડીટેઇન થયેલ પડેલ હોય જે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા મોટરસાયકલ ચોરી બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે આશરે પોણા બે વર્ષ પહેલા ફરીયાદ કરેલ જાણવા મળેલ. જેથી આરોપી પાસેનુ મોટર સાયકલ નંબર- GJ-3-DP-3732 ચોરીથી મેળવેલનુ જણાતુ હોય જેથી આ મોટર સાયકલની કિંમત રૂપીયા ૨૫,૦૦૦/- ગણી બી.એન.એસ. એસ કલમ-૧૦૬ મુજબ કબજે કરેલ છે. અને આરોપી નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બાંભણીયા (આદીવાસી) ઉ.વ. ૨૧ ધંધો ખેતી રહે હાલ ખાખરા ગામ, તા.પડધરી જિ.રાજકોટ મુળ રહે. મધ્યપ્રદેશ વાળાની બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૨) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને મુદ્દામાલ સાથે સોપી આપેલ છે