મોરબીમાં બીજા તબક્કામાં 1500 ગૌવંશોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા
મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે.
જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં રાહદારીઓ અથવા ગૌવંશ મૃત્યુ પણ થતું હોય છે ત્યારે મોરબી ના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કા માં ૧૧૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસ ની સોસાયટી વિસ્તાર માં હોઈ તેવા ગૌવંશ ને ગોતી ગોતી ને તેમના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જ્યારે બીજા તબક્કા માં ૧૫૦૦ ગૌવંશ ને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી આમ ટોટલ ૨૬૦૦ ગૌવંશ ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી મોરબી ના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી જેથી રાત્રી ના અંધારા માં દૂર થી જ વાહન ચાલક ને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળી ને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવો નો પડે ત્યારે મોરબી ના મહેન્દ્રનગર ચોકડી થી શનાળા સુધી , મહેન્દ્રનગર ચોકડી થી કંડલા બાયપાસ સુધી , માળિયા ફાટક થી ઢુવા સુધી , જૂના ઘૂંટુ રોડ પર , મહેન્દ્ર નગર ચોકડી થી ઊંચી માંડલ ગામ સુધી , મહેન્દ્રનગર ચોકડી થી પીપળી ગામ સુધી, મહેન્દ્રનગર ચોકડી થી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટી માં રહેલ ગૌવંશ ના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ બીજા તબક્કા માં કરવામાં આવી હતી આગામી સમય માં મોરબી તથા આસપાસ માં તમામ વિસ્તાર માં આ અભિયાન વેગવંતુ બનાવવા નો સંકલ્પ મોરબી ના સેવાભાવી યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો.
ત્યારે પ્રતિ દિન હજારો ની સંખ્યા માં વાહનો આ હાઇવે પર થી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમય માં વાહન અકસ્માત ની ઘટનાઓ ઓછી બનશે અને કોઈ અબોલ જીવ કે માનવ જિંદગી બચી શક્શે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આખો દિવસ પોતાના કામ કાજ માં રોકાયેલ યુવાનો રાત્રી ના સમયે પણ આ ભગીરથ સેવા કાર્ય માં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયા માં અન્ય કોઈ ને પણ અડચણ નો ઊભી થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવ્યું હતું અને આ ૧૫૦૦ રેડિયમ બેલ્ટ માટે ની તમામ આર્થિક ખર્ચ જય અંબે ગ્રુપ ના જીગ્નેશભાઈ કૈલા દ્વારા આપવામાં આવ્યો હતો અને ઉમા હોટલ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો હતો ત્યારે તમામ ગૌ સેવકો ને શહેર તથા આસપાસના વિસ્તારના લોકો આવા ભગીરથ કાર્ય કરવા બદલ બિરદાવી રહ્યા છે.