મોરબીમાં ભાજપની જુથબંધી ચરમસીમાએ; અજય લોરીયાના કાંતિભાઈ પર ધગધગતા આક્ષેપ
કાંતિભાઈ ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાં આજે મોરબીની અતિ ખરાબ સ્થિતિ છે છતા પણ એની ચિંતા મુકી કોઈના ઘરના રસોડા સુધી ડોક્યુ કરી રહ્યા છે.
આજ દિવસ સુધી કાંતિભાઈ ને લોકો જ આક્ષેપો કરતા હતા પણ હવે ભાજપના જ યુવા આગેવાન ખુલ્લી ને આક્ષેપો કરી રહ્યા છે જેથી ભર શિયાળે ભારે ગરમાવો આવ્યો છે
મોરબી જિલ્લા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં સિંચાઇ વિભાગના ચેરમેન અજય લોરીયાની બાદબાકી કરતા ફરી મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો છે. જેની પ્રતિક્રિયા આપતા આજે અજય લોરીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કાંતિભાઈ અમૃતિયાને આડેહાથ લીધા હતા.
મોરબી જિલ્લા પંચાયત દ્વારા આજે શનિવારના રોજ માળિયા વનાળિયામાં નવી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ક્રિષ્ના સિરામિક ખાતે સવારે 10 કલાકે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રૂ.4.18 કરોડના ખર્ચે 66 કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત ક૨વામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે જિલ્લા પંચાયત દ્વારા ઈ-નિમંત્રણ પત્રિકા પણ તૈયાર કરવામાં આવી હતી જેમાં સિંચાઇ વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયાના નામની બાદબાકી કરવામાં આવતા ભર શિયાળે મોરબીમાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે. અને ભાજપમાં જુથવાદ સામે આવ્યો છે
ત્યારે આજે તે બાબતે સિંચાઇ વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા પ્રતિક્રિયા આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કાંતિભાઈ અમૃતિયા પર અજય લોરીયાએ ધગધગતા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કાંતિભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાં આજે પણ મોરબીની સ્થિતિ દયનીય હાલતમા જોવા મળી રહી છે. જે મોરબીની કમનશીબી કહેવાય કે મોરબીની જનતાને આવા ધારાસભ્ય મળ્યા.
આ બધું જોતા ભાજપ ની અંદરો અંદર જે જૂથબંધી છે તે ખુલ્લી ને સામે આવી છે હવે આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ક્યારે અને શું પ્રતિક્રિયા આપે છે તે જોવ રહ્યું