મોરબીમાં બેલા પાસે મળેલી અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ શરૂ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ-૩૦ થી ૩૫ વાળો તા-૧૭/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ પર જીઇબી સબ સ્ટેશન પાછળ ખરાબામાં ડીકમ્પોઝ લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા મોરબી સરકારી હોસ્પિટલના ડોક્ટરે લાશનું પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલના ફોરેનસીક વિભાગમાં મોકલતા પી.એમ કરવામા આવેલ છે.
જે અજાણી લાશ અંગે કોઈ વ્યકિત પાસે માહિતી હોય કે કોઈ જાણીતા હોય તો તપાસ કરનાર એ.એસ.આઇ એફ.આઇ. સુમરાના મોબાઈલ નં.૯૯૭૯૦ ૧૯૯૪૪ અથવા મોરબી તાલુકા પોસ્ટેના ટેલિફોન નં-૦૨૮૨૨- ૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.