Saturday, January 11, 2025

મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોલીસ વિભાગ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી

મોરબીમાં આજરોજ તારીખ ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ વિભાગ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. ત્યારબાદ શાબ્દિક પ્રવચન સાથે મંચસ્થ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રાજ્યની દીકરીઓ તથા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક બને શારીરિક રીતે સંપન્ન અને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આઈ.એ.એસ., આઈ.પી.એસ. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. તેઓ માટે ‘મિશન ખાખી’ અન્વયે આજરોજ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ, મેડિકલ કોલેજના ડીન બિશ્વાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને મેડિકલ કોલેજના સ્ટાફ ગણ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર