Wednesday, January 15, 2025

મોરબીમાં બેન્કનો હપ્તો ભરવાના ટેન્શનમાં મહિલાએ એસિડ ગટગટાવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મહિલાને બેન્કનો હપ્તો ભરવાની તારીખ હોય અને રૂપિયાનું સેટીંગ ન થતુ ટેન્શનમાં આવી જઈ એસિડ પી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જ્યોતીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.૪૬) એ ઉજીવન બેંક મહિલા મંડળી માંથી છેલ્લા એક વર્ષ પહેલા ૪૫, ૦૦૦ ની લોન લીધેલ હતી અને તેનો દર મહિને ૨૬૦૦ રૂપિયા નો હપતો ભરવાનો આવતો હતો અને આ હપતો ભરવાની તારીખ હોય અને બે ત્રણ દિવસ થી આ હપ્તાના રૂપીયાનુ સેંટિગ થયેલ ના હોય જેથી ટેન્શનમા એસીડ પી લેતા સારવાર દરમ્યાન જ્યોતિબેન નામની વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર