મોરબીમાં બનેલ ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલા આરોપીને બે પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડયો
મોરબી: મોરબી રાજકોટ રોડ શનાળા નજીક હોથલ હોટલ ખાતે બનેલ ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ નંગ-પ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી રાજકોટ રોડ શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ ખાતે હથિયાર ચેક કરતા ફાયરીંગ થયેલનો બનાવ બનેલ હોય જેમાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થયેલ હોય અને એક ઇસમ હથિયાર સાથે નાસી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ની કલમ ૧૧૦ ૧૨૫(બી) ૫૪ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ. ૨૭(૧), ૨૫(૯) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
આરોપીને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ક્વોડનો સ્ટાફ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઇ રાવલ ઉ.વ.૨૮ રહે.મોરબી ભક્તિનગર સર્કલ અનામીકાપાર્ક સોસાયટી તા.જી.મોરબીવાળા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ -૦૨ કિં રૂ. ૨૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ-પ કિં રૂ.૫૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.