મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રની જગ્યાએ છરી બતાવી તોડફોડ કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના સુરજબાગ પાસે બચુબાપા અન્નક્ષેત્રની જગ્યાએ બે શખ્સોએ બચુબાપ તથા સાહેદને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બચુબાપાની હોટલનુ રાશન વેર વિખેર કરી આતંક મચાવનાર બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સુરજ બાગમાં ગરોબોને જમાડતા બચુભાઈ ઉર્ફે બચુબાપા નારણભાઈ ગામી (ઉ.વ.૮૧) એ આરોપી મુસ્તાક ફતેમહમદ કટીયા રહે. રણછોડનગર મોરબી તથા એઝાઝ મુસ્લિમ રહે. લાયન્સનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ નસીમબેન ને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધકમી આપી ફરીયાદીની હોટલના બટેટા તથા મરચા વેર વીખેર કરી નાખી ૩૦૦-૪૦૦ રૂપીયાનું નુકસાન કર્યું હોવાથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.