Sunday, September 22, 2024

મોરબીમાં બાલુભાઈ અંદરપાનું આત્મ સપર્પણ જીવતું જગતિયું યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના બાલુભાઈ અંદરપાએ પોતાના આત્મ સપર્પણ પ્રસંગે કર્યો દેહદાનનો સંકલ્પ

મોરબીના મધુબન ગ્રીન્સ ખાતે બાલુભાઈની તીવ્ર ઈચ્છાથી એમની બંને દિકરીઓ ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાનો યોજ્યો આત્મ સમર્પણનો પ્રસંગ

મોરબીના બાલુભાઈ અંદરપાનું વાજતે-ગાજતે,ધૂન-ભજનના સુર સાથે સામૈયું કરી આત્મ સમર્પણ કાર્યક્રમ યોજાયો

મોરબી: માનવજીવનમાં શ્રીમત વિધિ, ગોત્રીજ વિધિ,રાંદલ ઉત્સવ,લગ્નોત્સવ જેવા અનેક પારિવારિક પ્રસંગો યોજતા હોય છે,પણ જીવનમાં એક એવો પ્રસંગ આવે છે કે જેમાં જે વ્યક્તિનો પ્રસંગ હોય છે એ પ્રસંગમાં એજ વ્યક્તિની ગેરહાજરી હોય છે,એ પ્રસંગ એટલે માણસની અંતિમવિધિ અંતિમયાત્રા અંતિમ સંસ્કાર, એટલે આ અંતિમ સંસ્કાર પોતાની હયાતીમાં જ ઉજવાય એ માટે ઘણા લોકો જીવતું જગતિયું કરતા હોય છે,એમ મૂળ હરિપરના પણ હાલ ઈ.સ.1998 થી સજ્જનપર હડમતીયા ખાતે નિવાસ કરતા બાલુભાઈ મોહનભાઈ અંદરપા કે જેમને જીવનમાં અનેક ઝંઝાવાતો અનેક કષ્ટો વેઠી,ખુબજ સંઘર્ષમય જીવન વિતાવી જેમની ઉંમર 85 વર્ષની થતા એમની બંને દિકરીઓએ પોતાની પિતાની તીવ્ર ઈચ્છાને માન ચંદ્રિકાબેન ચંન્દ્રકાંતભાઈ પટેલ અને ઊર્મિલાબેન રમેશભાઈ કાલરીયાએ પોતાના પિતાશ્રીનો વાજતે ગાજતે ઢોલના નાદ અને સામૈયા સાથે આત્મ સમર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો.આ જીવતા જગતિયામાં બાલુભાઈ અંદરપાએ પરિવારના તમામ સગા સ્નેહીઓ, મિત્રો બહેનના,મામા, માસી, ભાઈઓ વેવાઈ પક્ષના પરિવારજનોની ઉપસ્થિતમાં મૃત્યુ પછી પણ પોતાનું શરીર લોકોને કામ આવે એ માટે બાલુભાઈએ પોતાના દેહદાનનો સંકલ્પ કરી સંકલ્પ પત્ર ભર્યું હતું અને દીકરીઓ ભાણેજોને દાન આપ્યું હતું. બાલુભાઈએ એમના ધર્મપત્ની છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ હોય ખુબજ સાર સંભાળ રાખી હતી,માતા-પિતા બંનેનું મોટી દિકરી ચંદ્રિકાબેનના પરિવારે ખુબજ ધ્યાન રાખ્યું ,ખુબજ સેવા કરી છે, સમરતબેનનું એપ્રિલ-23 માં અવસાન થયું હોય એમની સ્મૃતિમાં મધુબન સોસાયટીમાં લોકોને બેસવા માટે 25 બાકડાઓ બનાવી આપવા માટે ધનરાશી અર્પણ કરી હતી,આ પ્રસંગે સૌ સગા વ્હાલાઓ સ્નેહીજનોએ બાલુબાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ નોખાં અનોખા સામાજિક પ્રસંગે જિલ્લા કલેક્ટ જી.ટી.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન સી.જે.પટેલ બાલુભાઈના જમાઈ અને પૂર્વ કલેકટરે કર્યું હતું. કાર્યક્રમનું પ્રસંગોચિત સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર