મોરબીમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો; વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો
મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી બાજુમાં રોડ પર શ્રીજી ક્લિનિકમા આરોપી દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ.૨૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળા શ્રીજી કિલનીકમાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાય આવી તેમજ એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કી.રૂ. ૮૯૪૧/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.