મોરબીમાં આવેલ ઝવેરી શેરીમાં રોડ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરમાં આવેલ ઝવેરી શેરી ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે તેમજ અહિ છેલ્લા પંદર વર્ષથી રોડ બનાવવામાં નથી આવેલ જેથી તાત્કાલિક બ્લોક પાથરો નહી ડામર રોડ બનાવવા લતાવાસીઓએ વતી મોરબીના સામાજિક કાર્યકરોએ જીલ્લા કલેકટર , ચીફ ઓફિસર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી જીલ્લા કલેકટર તથા પાલીકા ચીફ ઓફિસર તથા મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે હાલ મોરબીમાં આવેલ ઝવેરી શેરીનો રોડ સાવ તુટી ગયો છે. માણસો આવી શકે તેવી પોઝીશન નથી ચાલતા માણસો પડી જાય છે અને ઘરડા વૃધ્ધ માણસો ચાલી શકતા નથી વાહનો પણ ચાલી શકતા નથી સ્લીપ થઇ જાય છે. એવો રોડની એવી બદતર હાલત થઇ ગઈ છે. તેથી એકસીડન્ટ થવાની સંભાવના રહે છે તો આ રોડ રસ્તા સારા નથી જેથી અહીંના લતાવાસીઓની ત્રાહીમામ પોકારી ગયા છે આ બાબતે અવાર-નવાર અનેક વખત લેખીત રજુઆતો કરેલ છે છતા કોઇ નીરાકરણ આવેલ નથી. તેમજ ટેક્ષ ડબલ થઇ ગયો મહાનગરપાલીકા જેવો પરંતુ કોઈ સુવિધા મળતી નથી જેથી આ ઝવેરી શેરીમાં કાંતો બ્લોક પાથરો અથવા ડામર રોડ તાત્કાલીક બનાવી આપો એવી લતાવાસીઓની માંગ છે.