Thursday, October 31, 2024

મોરબીમાં અપહરણ વીથ ખંડણીના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં બનેલ અપહરણ વીથ ખંડણીના ગુન્હાના કામના છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી જે અનુસંધાને મોરબી તાલુકાના ઘુંટુગામની સીમમાં ફરીયાદી જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા રહે- ગુંજન હાઇટસ મોરબી વાળા તા-૨૩/૦૪/૨૦૨૩ ના રોજ પોતાના સિરામીકના કારખાને જતા હતા ત્યારે પાંચ આરોપીએ ઇકો કારમાં અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસુલી ફરીયાદીને મુકત કરેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ઇ.પી.કો. કલમ- ૩૬૪(એ), ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહું ગુન્હાના કામે અગાઉ ૦૪ આરોપીઓને અટક કરવામાં આવેલ હોય અને ૦૧ આરોપી આશરે છ માસથી નાસતા-ફરતા હોય જે નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આજરોજ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે સંયુકત બાતમી મળેલ હોય કે, ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી મોરબી તાલુકાના લાલપર ગામે, બસ સ્ટેન્ડ પાસે હાજર છે જેમાં મળેલ ખાનગી બાતમીના આધારે તુરત જ ટીમના સ્ટાફ સાથે તાત્કાલીક તે જગ્યાએ જઇ ઇસમ રાજેશ ગજાનંદ નરગાવે ઉ.વ-૨૮ રહે. ગામ ભવાનીયા ખુર્દ,તા. ધરમપુરી, પો.સ્ટે. ધરમપુરી, જી.ધાર (એમ.પી.) વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરી ઇસમને ગુન્હાના કામે અટક કરેલ છે અને આ કામેની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર