મોરબીમાં અનેક વિસ્તારોમાં વીજળીના ધાંધિયા
મોરબી PGVCL દ્વારા કરવામાં આવેલ પ્રી મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા
આજે સવાર થી વરસાદે વિરામ લીધો છે ફક્ત ઝરમર ઝરમર રેડા પડી રહ્યા છે તેવામાં પણ મોરબીનાં અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ જોવા મળી રહી છે જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસા પહેલાં કરેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે તેવું હાલ લાગી રહ્યું છે તો બીજી તરફ અનેક લોકો દ્વારા ફોન પર રજૂઆત કરવાનો પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ અધિકારીઓ ને ફોન ઉપાડવાનો પણ સમય નાં હોઈ તેવું લાગી રહ્યું છે.