મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ પાસે બાલાજી યુ.સી. સેન્ટર નામની દુકાન પાસે યુવકની પત્નીને આરોપી અંકિતભાઈ નામનો શખ્સ અગાઉ ફોન કરતો હોય તે બાબતે બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી ફરીયાદીએ આરોપીને કહેતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપીએ અન્ય શખ્સોને કહેતાં સારૂં નહી લાગતા આરોપીઓ યુવકની દુકાને જઈ યુવકને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ગપીની વાડી રામજીમંદિર સામે રહેતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભી (ઉ.વ.૩૦) એ આરોપી જેરામભાઈ પરસોત્તમભાઈ પરમાર, અંકિતભાઈ જેરામભાઈ પરમાર રહે. બંને વાવડી રોડ કબીર આશ્રમ સામે મોરબી તથા ભગવાનજી પરસોત્તમભાઈ પરમાર અને દિનેશભાઇ ભગવાનજીભાઈ પરમાર રહે. બંને ગધેયની વાડી રામજીમંદિર સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્નીને આરોપી અંકિતભાઈ અગાઉ ફોન કરતા હોય તે બાબતે બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખી ફરીયાદી આરોપી અંકિતભાઈને કહેતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપીઓ ફરીયાદીની દુકાને જઈ લાકડાના ધોકા વડે ફરીયાદીને માર મારી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.