મોરબીમાં આગામી તા.21 થી 30 ડિસેમ્બર દરમિયાન તમામ તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે
તાલુકા કક્ષા કલા મહાકુંભમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમય હાજર રહેવું
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી – ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ નો આગામી ૨૧/૧૨/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાની સ્પર્ધાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સમા આ કલા મહાકુંભ અન્વયે ૨૧/૧૨/૨૦૨૪ ના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ શ્રીમતી એલ.કે. સંઘવી સ્કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, ૨૨/૧૨/૨૦૨૪ના રોજ હળવદ તાલુકા કક્ષાએ સાનિધ્ય સો. કોમ્યુનિટી હોલ-૨ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે, ૨૫/૧૨/૨૦૨૪ના રોજ ટંકારા તાલુકા કક્ષાએ નાલંદા વિદ્યાલય ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, મોરબી તાલુકા કક્ષાએ ૨૯/૧૨/૨૦૨૪ સવારે ૦૮:૦૦ કલાકે અભિનવ કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે તથા ૩૦/૧૨/૨૦૨૪ના રોજ માળીયા તાલુકા કક્ષાએ મોડેલ સ્કૂલ – મોટી બરાર ખાતે બપોરે ૦૨:૦૦ કલાકે યોજાશે.
તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલી સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જવાનું થશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.