મોરબીમાં આગામી તા.31 ડિસેમ્બરના પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે
આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ ૧૨:૩૦ કલાકે જિલ્લા પંચાયત- આરોગ્ય શાખા દ્વારા પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત થયેલી મોરબી જિલ્લાની તાજેતરની કામગીરીની સમીક્ષા, જાતીય પ્રમાણદરની સમીક્ષા, તબીબી સંસ્થાઓનું રિન્યુઅલ રજીસ્ટ્રેશન અને ઓનલાઇન પોર્ટલ પર મળેલી અરજીઓની મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરિટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.