Monday, January 13, 2025

મોરબીમાં 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અપેક્ષિત ઊંચાઈ ધરાવતા અંડર ૧૫ વય જૂથના ઉમેદવારો આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર ૧૫ વય જૂથના ખેલાડી એટલે કે તારીખ ૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પસંદગી પ્રક્રિયામાં હાઈટના માપદંડની વાત કરીએ તો ૧૨ વર્ષના ભાઈઓ માટેની ઊંચાઈ ૧૬૬+ તથા બહેનો માટે ૧૬૧+,૧૩ વર્ષના ભાઈઓ માટે ૧૭૧+ તથા બહેનો માટે ૧૬૪+, ૧૪ વર્ષના ભાઈઓ માટે ૧૭૭+ તથા બહેનો માટે ૧૬૯+ તેમજ ૧૫ વર્ષના ભાઈઓ માટે ૧૮૨+ તથા બહેનો માટે ૧૭૧+ નિર્ધારિત કરવામાં આવી છે.

આ પસંદગી પ્રક્રિયા માટે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) ૦૯/૦૯/૨૦૨૪ થી ૧૧/૦૯/૨૦૨૪ વચ્ચે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગત માટે કન્વીનર વિજય ચૌધરીના સંપર્ક નંબર 9638817738 અને હર્ષદ પટેલના સંપર્ક નંબર 89805 16306 પર સંપર્ક કરી શકાશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર