મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી: મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારો મોટી સંખ્યામાં આવતા હોવાથી મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ચિરાગભાઈ સેતા, મુશાભાઈ બ્લોચ વગેરે સામાજિક કાર્યકરોએ સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ૧૫૦ થી ૨૦૦ માણસો આવે છે જેથી કામ સમયે પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ભરાવો થાય છે જેથી વિકલાંગ, સિનિયર સિટીઝન, ગર્ભવતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત બેસવાની પણ જગ્યા નથી હોતી. જેના કારણે ઘણી વખત લોકો પડી જાય છે.અમુક પોસ્ટ ઓફિસો સાવસર પ્લોટ, ગ્રીન ચોક તેમજ અનેક પોસ્ટ ઓફિસો બંધ થયેલ છે જેથી પ્રજાજનોને મુખ્ય ઓફિસમા ટ્રાફિક થાય છે ધસારો થાય છે. તેથી વિશાળ જગ્યામાં બે માળની પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજીક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.