મોરબી: ABC રિફેક્ટ્રી લેબર ક્વાટર્સમા પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત
મોરબી: મોરબીમાં આવેલ ABC રિફેક્ટ્રી લેબર ક્વાટર્સમા રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનસુમત કમલભાઇ વસવા ઉ.વ.૦૩ ABC રિફેક્ટ્રી લેબર ક્વાટર્સ તા.જી. મોરબી વાળો ABC રિફેક્ટ્રી લેબર ક્વાટર્સમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા અનસુમત નામના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.