મોરબી જિલ્લા પોલીસવડા ની હાજરીમાં CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો
મોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સરકારી મેડિકલ કોલેજ ખાતે ધારાસભ્ય તથા જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના ૭૫૦ જેટલા અધિકારી અને કર્મચારીઓ સિપીઆરની તાલીમ લીધી હતી.
મોરબી જિલ્લામાં આજે કુલ પાંચ બેંચમાં ૭૫૦થી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા કલેરીકલ સ્ટાફનો GMERS મેડીકલ કોલેજ,રેલ્વે સ્ટેશનસામે, મોરબી, ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે તથા CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો. જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR તાલીમ આપવામાં આવી હતી. પોલીસ ફરજ બજાવતી વખતે કોઈ વ્યક્તિને ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તેની કઈ રીતે તબીબી સેવા કરી શકે તે અંગે ડોકટરો અને મેડીકલ ટિમ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને પોલીસ હવે ઇમરજન્સીમાં પણ સેવા આપી શકશે.