મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા. 29 ને સોમવારે મોરબી જીલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાશે
મોરબી: સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમ્લ્વારીને બહાલી આપવા, જીલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સદસ્ય તરફતી મળેલ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવામાં આવશે તે ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી આપવા (રજુ થાય તો), સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા (રજુ થાય તો) વર્ષ ૨૦૨૧-૨૨ સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના કામોને મુદત વધારાની બહાલી આપવા, વર્ષ ૨૧-૨૨ ની રેતી કંકરની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી આપવા,
તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ની સ્વ ભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના રજુ થયેલ કામોને વહીવટી મંજુરી આપવા, હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા, સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના કામોને મુદત વધારાની બહાલી આપવા, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪ જીલ્લા કક્ષાના ૧૦ % ના આયોજનના કામોની વહીવટી મંજુરી આપવા, જીલ્લા પંચાયત મોરબીના વર્ષ ૨૩-૨૪ ના અંદાજપત્રની જોગવાઈમાં સુધારો કરવા બાબત (પુરક અંદાજપત્ર રજુ કરવા) મોરબી જીલ્લાના ચાલુ ફરજ દરમિયાન શહીદ થનાર સૈનિક પરિવાર માટે આર્થિક સહાય રૂ 1 લાખ ચુકવવા બાબત તેમજ જે ગ્રામ પંચાયતમાં ટોયલેટ બ્લોકસ ખૂટે છે તે ગ્રામ પંચાયતમાં ટોયલેટ બ્લોકસની સુવિધા કરવા તેમજ નવી બનેલ ગ્રામ પંચાયતમાં ફર્નીચરની સુવિધા સહિતના એજન્ડાઓ રજુ કરવામાં આવશે જેના પર ચર્ચા કરી વિકાસકાર્યોને બહાલી આપવામાં આવશે.