મોરબી : યુવકને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઇ
મોરબી: યુવક સરતાનપર રોડ ઉપર મજુરી કામની શોધ માટે મોરબી ત્રાજપર ચોકડી થી વાંકાનેર તરફ જતી સીએનજી રીક્ષામાં બેસી જતા મકનસર ગામ પહેલા વોકળાના કાંઠે લઈ જઈ છરીની અણીએ લુંટ ચલાવી યુવક પાસેથી એક હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન લુટી લીધા હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં લુંટ, ધાળ, મર્ડર હવે આમ વાત બની ગઈ છે લોકોને તેમજ ચોર ગઠીયાઓને પોલીસનો જરા પણ ડર લાગતો નથી. અવારનવાર મોરબીમાં સીએનજી રીક્ષામાં બેસાડી છરીની અણીએ લુંટ ચલાવવામાં આવી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત રીક્ષામાં બેસાડી યુવકને છરીની અણીએ લુંટી લીધો હોવાની ફરીયાદ નોંધાઈ છે જેમાં મૂળ બીહારનો વતની અને હાલ મોરબીના પાવડીયારી ગામ ઈન્ડીકા સેનેટરીમા રહેતા મુરારીભાઈ સચીતાભાઈ મૈઆર (ઉ.વ.૩૮) એ આરોપી સીએનજી ઓટો રિક્ષાનો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સરતાનપર રોડ ઉપર મજુરી કામની શોધ માટે મોરબી ત્રાજપર ચોકડી થી વાંકાનેર તરફ જતી સી.એન.જી ઓટો રિક્ષામાં બેસી જતા હોય અને મકનસર ગામ પહેલા ડાબા હાથ ઉપર જી.ઈ.બી.પાવર હાઉસ પાછળ વ્હોકળના કાંઠે અવાવરૂ જગ્યાએ આરોપી લઈ ગયેલ અને ફરીયાદીને રિક્ષામાંથી નિચે ઉતારી કંઈ પણ કહ્યા વગર પોતાના નેફામાં રહેલી છરી વડે ફરીયાદીને માથાના પાછળના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેમજ ફરીયાદીના પેટ ઉપર છરી રાખી ફરીયાદીના પેન્ટના પાછળના ખીસ્સામાં રહેલ પાકિટ કાઢી લઈ તેમાંથી રૂ. એક હજાર કાઢી લઈ તેમજ ફરીયાદીના હાથમાંથી મોબાઈલ લુંટી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.