મોરબી: તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે મોરબી નગરપાલિકા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા નઝરબાગ તેમજ મોરબીની પર્યાવરણ પ્રેમી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે નાની વાવડી રોડ પર ડીવાઈડરની જગ્યા પર નાના મોટા ફૂલછોડ અને ઝાડનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ પર્યાવરણ પ્રોજેક્ટમાં વ્યસન મુક્તિના પ્રણેતા ડો સતીષભાઈ પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા.ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા.મણિલાલ જે કાવર તથા મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ અને લાયન સભ્યો હાજર રહ્યા હતા.
અને પર્યાવરણનું જતન થાય તેમાટે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો તેવા હેતુસબબ આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા એ આ પ્રોજેક્ટ માટે દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

