મોરબી: પત્નીને મરવા મજબૂર કરનાર આરોપી પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબીના મહેન્દ્રનગર સોસાયટી શુભ પેલેસ ફ્લેટ નં-૭૦૪ મા રહેતા પતિએ ત્રાસ આપી પત્નીને મરવા મજબૂર કરતા કંટાળી પત્નીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી પતિ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ વસંતપાર્ક સોસાયટીમાં રહેતા સચીનભાઈ રમેશભાઈ દેસાઈ(ઉ.વ.૨૬) એ આરોપી તેજસભાઇ નાગરભાઈ ભુવા હાલ રહે. મહેન્દ્રનગર સોમનાથ સોસાયટી મૂળ રહે. ગામ હરીપર તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બહેન મીતાલીબેન તેજશભાઈ ભુવા જેના આરોપી સાથે લગ્ન થયેલ હોય અને બંને ડોક્ટર હોય તેમ છતા આરોપીએ આરોપી મીતાલીબેનને ઘરેણાં પહેરવા નહી આપી ઘરમાં દુઃખ ત્રાસ આપી હેરાનગતિ કરી મરવા મજબૂર કરતા મિતાલીબેને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવ અંગે મૃતકના ભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.