મોરબીમાં ભર શિયાળે પાણી ની તંગી સર્જાતા પૂર્વ કાઉન્સિલર સહિત સોસાયટીના લોકોએ પાલિકામાં રામ ધૂન બોલાવી
મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી દસ જેટલી સોસાયટી છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની તંગી સર્જાઈ
મોરબી શહેર વિસ્તારની ભરતનગર, નિધિ પાર્ક, પટેલ નગર, વૈભવનગર, પટેલ પાર્ક, પીજી કલોક, શિવમ સોસાયટી અને ઇન્દિરાનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં પાણી નહી આવતા સ્થાનિકોની હાલત કફોડી બની છે જેથી કરીને આજે વિસ્તારના ભાજપના પૂર્વ કાઉન્સિલર, સ્થાનીક આગેવાનો અને મહિલાઓ પાલિકા કચેરીએ પહોચી હતી અને ચીફ ઓફિસરની ઓફીસ બહાર જ ધરણા પર બેસી જઈ રામધુન બોલાવી હતી અને જ્યાં સુધી ચીફ ઓફિસર તેની રજૂઆત સાંભળી પીવાના પાણી વહેલી તકે આપવાની ખાતરી નહી આપે ત્યાં સુધી ઉભા નહિ થવાની જીદ પકડી હતી જોકે ત્યાર બાદ હાજર અધિકારી દ્વારા પાણી ની પાઇપ લાઇનમાં પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરી અને સોસાયટીઓમાં પૂરતા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવી ખાતરી આપી હતી