મોરબી: આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જેહમત બાદ જીવીત બાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક આર .જે.-૧૯-જી.એફ-૧૯૨૧મા એક ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ત્યાં હાજર રહેલ લોકો અને વાંકાનેર ટોલ પ્લાઝા સ્ટાફ દ્વારા ક્રેન બોલાવી બહાર કાઢવાની કોશિશ કરેલ બે કલાક સુધીના નીકળતા આખરે ફાયર કંટ્રોલરૂમમાં જાણ કરતા ફાયર જવાનો ઘટના સ્થળે દોડી જઈ ફાયર ટીમની ભારી જહેમત ટ્રક ડ્રાઈવરને જીવીત બહાર કાઢી ૧૦૮ની ટીમને હેન્ડઓવર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી હતી તેમજ કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તારીખ ૨૧/૦૧/૨૦૨૫ મંગળવાર ના રોજ સવારે ૦૭:૩૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
જેમા ચિત્રકૂટ ફીડર:- નવી જૂની રેલવે કોલોની, અંબિકા...
મોરબી શહેરના બોરીયાપાટી વિસ્તારમા આવેલ સરકારી શાળા શ્રી બોરીયાપાટી પ્રાથમિક શાળામા "રંગતરંગ" નામે રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને માણવા બહોળી સંખ્યામાં આ વિસ્તારના લોકો હાજર રહયા હતા. કાર્યક્રમના સહભાગી બાળકોને પ્રોત્સાહન આપવા તથા શાળાની માળખાકીય સુવિધા વધારવા અંદાજિત 7,00,000/- ₹ જેટલી માતબર રકમનો લોક ફાળો આપવામાં...