મોરબી વાંકાનેર ને.હા. રોડ પર બાઈક સાથે અથડાતા એક્ટીવા ચાલકનું મોત
મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામથી આગળ સર્વિસ રોડ ઉપર સોનેક્ષ સીરામીક કારખાનાની કેન્ટીન સામે રોડ ઉપર બાઈક અને એક્ટીવા અથડાતાં એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કાકાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા રમણીકભાઇ નાગજીભાઈ અંદોદરીયા (ઉ.વ.૫૬) એ આરોપી અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯-૧૨-૨૦૨૩ ના રોજ અજાણ્યા મોટરસાયકલ ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ લાલપર ગામથી આગળ વાકાનેર મોરબી ને.હા રોડ સોનેક્ષ સીરામીકના કારખાનાની સામે આવેલ સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી મરણજનાર ફરીયાદીના કુટુબી ભત્રીજાના એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર-જી-જે-૩૬-સી-૧૫૯૨ વાળા સાથે એકસીડન્ટ કરી ફરીયાદીના ભત્રીજાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી એકસીડન્ટ થયા અંગે નજીકના પોસ્ટેમા જાણ નહી કરી પોતાના હવાલા વાળુ મોટરસાયકલ લઇ સ્થળ ઉપરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ મૃતકના કાકા રમણીકભાઇએ આરોપી અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.