મોરબી – વાંકાનેર ને. હા. રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: મોરબી – વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર શ્યામ હોટલની સામે ડીવાઈડર બાજુ ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ પોરબંદરના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી, બાલાજી હોમ્સ, એ-૩૦૨ માં રહેતા હિતભાઈ રાજેશભાઈ ફળદુ (ઉ.વ.૧૯) એ આરોપી ટ્રક ટ્રેઇલર નંબર -આર.જે.-૦૭-જી.સી.-૨૩૭૧ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ સવારના સાત – સવા સાતેક વાગ્યાના સમયે ટ્રક ટ્રેઇલર નં-RJ-07- GC-2371ના ચાલક આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ટ્રકની આગળ જતા ફરીયાદીના પિતાજી રાજેશભાઇ રતીલાલના મોટર સાયકલ નં- GJ-36-AG-8471 વાળાને પાછળથી હડફેટે લેતા મોટરસાયકલ તથા ફરીયાદીના પિતાજી રોડ પર પડતા ફરીયાદીના પિતાની ઉપર ટ્રક ટેઇલરના ટાયર શરીર ઉપર ફરી વળતા સ્થળ પર મોત નીપજાવી ટ્રક ટેઇલરનો ચાલક ટ્રક મુકીને નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્ર હિતેભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) ,તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.