મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર બંધુનગર ગામના પાણીના ટાંકા સામે રોડ પર ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર ઈજાઓ પહોંચતાં બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના વતની સુરેશભાઈ ભારતસિંહ પટેલ (ઉ.વ.૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો રવિન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૮) એ પોતાની માલિકીનુ હવાલાવાળુ ટી.વી.એસ. અપાચે આર.ટી.આર. મોટર સાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૭- સિએલ-૧૪૧૭ વાળુ મોટરસાયકલ પુર ઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી નીકળી આગળ જતા કોઈ અજાણ્યા ટ્રકના પાછળના ઠાઠામા ભટકાડી ઘુસી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રવિન્દ્રકુમાર નામના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.