મોરબી વાંકાનેર હાઈવે પર માટીનો ઢગલો કરી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લાલપર નજીક શ્રીજી સિરામિક સામે રોડ ઉપર ટ્રકમાં ભરેલ માટી રોડ પર ઠાલવી ઢગલો કરી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લાલપર નજીક શ્રીજી સિરામિક સામે રોડ પર આરોપી ટ્રક ચાલક ધીરૂભાઇ કુકાભાઈ પંડિત (ઉ.વ.૫૫) રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળાએ પોતાના હવાલાવાળા ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૩-એ ડબલ્યુ -૯૭૭૩ વાળીમા ભરેલ માટી રોડ પર ઠાલવી માટીનો ઢગલો કરી રોડ પર ભયજનક રીતે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે જાહેર રોડ ઉપર ઢગલો બીજા રાહદારીઓ ભય અથવા અડચણ કે હાની પહોંચાડે તે રીતે ઢગલો કરી ગુન્હો કરતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.