મોરબી-વાંકાનેર હાઈવે પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ -૦૨ કોમ્પલેક્ષમા ત્રીજા માળે “સીગ્નેચર વેલનેસ સ્પા’’મા ચાલતું કુટણખાનું ઝડપાડી એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાહેર કરેલ વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ -૦૨ કોમ્પલેક્ષમા ત્રીજા માળે “સીગ્નેચર વેલનેસ સ્પા’’મા બહારથી રૂપલલના બોલાવી કુટણખાનું ચલાવતા શાહરૂખભાઈ યુનુસભાઈ મુલતાની (ઉ.વ.૩૨) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૧ મોરબીવાળાને ઝડપી પાડયા આરોપી પાસેથી રોકડ રકમ રૂ. ૫૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.