Saturday, January 11, 2025

મોરબી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં મહેસાણાની ટીમ વિજેતા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિજેતાઓને ધારાસભ્ય સહીત મંડળના અગ્રણીઓના હસ્તે ટ્રોફી એનાયત.

મોરબી: મોરબીના નાગડાવાસ ખાતે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસજ્ઞાતિ માટે મોરબી સ્થિત વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી ઉપરાંત રાજકોટ, મહેસાણાની પ્રસિદ્ધ ટીમોએ ભાગ લીધો હતો. અને સવારથી સાંજ સુધી ધુરંધર બેટ્સમેનોને ચોગા, છગ્ગાની સટાસટી લગાવી ટૂર્નામેન્ટને રોચક બનાવી દીધી હતી. આ તકે ક્રિકેટ રસિયાઓ ઉપરાંત વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંડળના યુવા અગ્રણીઓ રાજુભાઈ બોરસાણીયા, શિવસાગર વ્યાસ તેમજ પ્રયાગ ભોરણીયા તેમજ યુવા ટીમે આયોજનની કમાન સંભાળી હતી.

ફાઈનલમાં મહેસાણાની અસાયત ઇલેવન અને મોરબીની લાયન્સ ઇલેવન વચ્ચે ભારે રસાકસીના અંતે અસાયત ઇલેવનનો વિજય થયો હતો.

વિજેતા ટીમને મોરબીના ધારાસભ્યના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ વિજેતા ટીમ સહીત તમામને અભીનંદન પાઠવવા સાથે વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવેલ આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમજ આયોજનને સફળ બનાવવા મંડળના તમામ હોદેદારો, સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર