જ્યારે દેશભરમાં કેટલાક કટ્ટરવાદીઓ સંગઠનોની હિંસા વધી ગઈ છે. નિર્દોષ લોકો ઉપર વારંવાર હુમલા થાય છે. જેમાં હિંદુઓના શોભાયાત્રા કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગો ઉપર વારંવાર હુમલોઓ થતા હોવાથી આવા કટ્ટરવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદન અપાયું
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આપેલા આવેદનપત્ર જણાવ્યું હતું કે, દેશભરમાં હિન્દૂઓના કાર્યક્રમો વખતે કેટલાક કટ્ટરવાદીઓ હિંસા ફેલાવે છે. કોમી હિંસા ભડકે તેવા મલીન ઇરાદે સાથે પથરરમારો કે અન્ય રીતે હુમલો હોય થાય છે. તાજેતરમાં એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પણ કટ્ટરવાદીઓએ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા. તેથી દેશની એકતા અને અખંડિતતાને નુકશાન પહોંચાડનાર તત્વો સામે કડક હાથે કામે લઈ સખત કાર્યવાહી કરી સમગ્ર દેશમાં અમન શાંતિનું વાતાવરણ સ્થાપવાની માંગ કરી છે.
