મોરબી વાવડી રોડ શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની 1500 બોટલો સાથે ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૫૦૦ કિ.રૂ.૫,૯૫,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૨,૬૫,૮૦૦/-ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, (૧) ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસરરોડ, ભારતપરા-૦૧, (૨) અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાઓએ (૩) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી હાલ રહે. મોરબી ઘુટુ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ, ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલે ચાલુ છે. જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ -૧૫૦૦ (પેટી નંગ-૧૧૦) કિ.રૂ.૫,૯૫,૮૦૦/ તથા નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-, અતુલ શકિત રીક્ષા નંબર- GJ-03-BT-1953 કી.રૂ. ૫૦,૦૦૦/- સ્વીફ્ટ કાર નં- GJ-09-BL-0047 ડી. રૂ. ૬,००,०००/-, મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૨,૬૫,૮૦૦/- નો મુદામાલ સાથે ચાર આરોપીઓ ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક ઉ.વ. ૨૩ રહે. પંચાસરરોડ, ભારતપરા-૦૧, અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર ઉ.વ. ૨૦ રહે. મોરબી, મકરણીવાસ, કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉ.વ. ૨૩ રહે. હાલ જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટીમાં, સિકંદરભાઇ ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ઉ.વ. ૨૨ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ શેરીવાળો મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય છ ઈસમો (૧) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, (૨) હિતેષભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયા રહે. નવાડેલા રોડ, મોરબી (૩) તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા રહે. મોરબી પંચાસર રોડ, હનુમાન મંદિર પાસે (૪) સાહીલ ઉર્ફે સવો સંધી રહે. કાલીકા પ્લોટ મોરબી (૫) લકકી રાઠોડ રહે. હાલ શોભેશ્વર રોડ, વાણીયા સોસાયટી (૬) નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્ત માલ વાહક વાહનનો ચાલકનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.