મોરબી વાવડી રોડ પર કારમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયાં
મોરબી: મોરબી વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન મંદિર પાસે જાહેરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન મંદિર પાસે જાહેરમાં આરોપીઓ પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર નં – જીજે -૦૩-એમ.આર-૨૧૨૫ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૫ કિં રૂ. ૨૬૧૨૦ નો મુદામાલ રાખી ઇકો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-એમ.આર-૨૧૨૫ કિં રૂ.૧,૦૦,૦૦૦ તથા સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-એમ.કે-૦૦૮૬ રૂ. ૨,૦૦,૦૦૦ વાળીનો દારૂની હેરાફેરી ઉપયોગ કરી આરોપી ધર્મેશભાઈ મનસુખભાઈ મહેતા ઉ.વ.૨૮ રહે સોલ્વન્ટ કોઠારીયા બાપા સીતારામ સોસાયટી શેરી નં.૩ રાજકૉટ, જીતભાઈ રોહીતભાઈ અગ્રાવત ઉ.વ.૨૨ રહે. કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી શેરી નં.૩ રાજકૉટ, પાર્થભાઈ અશોકભાઈ પરમાર ઉ.વ.૨૫ રહે. કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી રાજકૉટવાળાને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો કિશન ઉર્ફે કાનો પાટડીયા રહે. મોરબી તથા લાલાભાઈ રહે. વીછીંયા જઈ. રાજકોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.