મોરબી વાવડી ચોકડી પાસેથી ચોરાયેલ બાઈક સાથે ચોર ઝડપાયો
મોરબી: મોરબીની વાવડી ચોકડી નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી બાતમીદારોના આધારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી વાવડી ચોકડી થી આગળ હોવાની બાતમીના આધારે વોચમા રહેલ જે દરમ્યાન વાવડી ચોકડી થી બાતમીવાળો ઇસમ નિકળતા મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી હનીફભાઈ કાસમભાઈ સંધવાણી ઉ.વ.૩૦ રહે. સંધવાણી શેરી માળીયાવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.