મોરબી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળા માં દાતાઓના સહયોગ થી બાળકો ના મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા માં આવ્યો.
૩૦૦ બાળકો એક સાથે ભોજન લઈ શકે તેવા વિશાળ શેડ નું નિર્માણ કરવા માં આવ્યુ
સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળા ના બાળકો માટે મધ્યાહન ભોજન ની વ્યાવસ્થા કરવા માં આવે છે જેમાં બાળકો ને બપોર નુ પૌષ્ટીક ભોજન અર્પણ કરવા માં આવે છે ત્યારે મોરબી શ્રી વજેપર વાડી પ્રાથમિક શાળા માં ઉનાળા તથા ચોમાસા ના સમય માં બાળકો ને મધ્યાહન ભોજન માં અગવડતા ઉપસ્થિત થતી હતી. તે સમસ્યા ના કાયમી નિવારણ માટે શાળા પરિવાર તથા SMC કમિટી દ્વારા સમાજ ના અગ્રણીઓને જાણ કરવા માં આવી હતી. બાળકો ની ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કાર્યરત એવી શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળા ના બાળકો ની આ સમસ્યા નિવારવા માટે સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા, કૌશિકભાઈ નાનજીભાઈ નકુમ, હસમુખભાઈ પુંજાભાઈ નકુમ, ધનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ, મનસુખભાઈ જીવણભાઈ નકુમ, ઘેલજીભાઈ કુંવરજીભાઈ કંઝારીયા, પરબતભાઈ મલાભાઈ ડાભી, ચેતનાબેન મીઠાભાઈ પટેલ, ખીમજીભાઈ રાઘવજીભાઈ દેસાઈ, મહાદેવભાઈ ઉટવાડીયા, ભાવનાબેન શંકરભાઈ પટેલ તથા શાળા ના શિક્ષકો સહીત નાં અગ્રણીઓ દ્વારા ૩૦૦ બાળકો એક સાથે ભોજન ગ્રહણ કરી શકે તેવા વિશાળ શેડ નુ નિર્માણ કરવા માં આવ્યુ છે.
શેડ નુ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મુખ્ય સહયોગી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા દ્વારા વિદ્યાર્થીઓને આઈસક્રીમ વિતરણ કરવા માં આવ્યો હતો. શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળા-મોરબી ના શિક્ષકોએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.