મોરબી વજેપર સર્વે નં-૬૦૨ નો રહસ્યનો ફુગ્ગો ફૂટ્યો : કલેક્ટરના આશ્વાસન પછી નામ જોગ ફરિયાદમાં અધિકારી, પત્રકાર, નોટરી વગેરેની સંડોવણી !
મોરબીમાં ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડમાં ગઈ કાલે કલેક્ટર કચેરીમાં બાકાજીકી બોલી હતી જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કાંતિભાઈ અમૃતિયાએ અધિકારી ને આકરા શબ્દોના બાણ થી વીંધી નાખ્યા હતા અને જાહેરમાં ખખડાવ્યા હતા જેમાં એવા શબ્દો પણ બોલાયા કે તમારા પાપે અમારે પ્રજાનું સાંભળવુ પડે છે જેથી કલેક્ટર દ્વારા પીડિત પરિવાર ને તેની નામજોગની ફરિયાદ લેવા આશ્વાશન અપાયું હતું.
આજ રોજ ખેડૂત દ્વારા મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદમાં વિશેષ નિવેદન સાથે નામ જોગ અને કેવી રીતે આ કાંડ કર્યું તેની અરજી આપી હતી. જેમાં એક પત્રકાર અને અધિકારીઓના પણ નામ છે અને જો સાચી તપાસ થાય તો પડદા પાછળના મુખ્ય ખેલાડીઓ નામ પણ ખુલે છે.
અરજીમા ખુદ મોરબી એસ.પી ની ભૂમિકા જ શંકાસ્પદ બતાવી છે હવે વાળ જ ચીભડા ગળે તો લોકો જાય ક્યાં,અરજી માં નાયબ કલેક્ટર સુશીલ પરમાર દ્વારા ખોટી વારસાઈ કરવામાં આવી જેમાં મોરબીનો રહેવાસી તેનો સાળો બિપિન પ્રજાપતિ અને પત્રકાર અતુલ જોશીના ઈશારે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ના સભ્ય સાગર ફુલતરિયા વગેરે એ આ ગુનાહિત કાવતરું રચ્યું તેવું જણાવ્યું છે.
પત્રકાર અતુલ મુકુન્દરાય જોશી અને બિપિન પ્રજાપતિ દ્વારા તેના જીજાજી નાયબ કલેક્ટર સુશીલ પરમાર ની મદદગારી થી સાગર ફુલતરીયા એ બધા મળી શાંતાબેન નામની મહિલા નો ફકત ઓળા તરીકે ઉપયોગ કરોડો ની કિંમતી જમીન બારોબાર વહેચી ભાગ બટાઈ કરવાનો ગુન્હો આચરેલ.
આ ગેંગ દ્વારા અવેજની ૮૬, ૭૦,૦૦૦ ની રકમ દેખાડવા દસ્તાવેજ ના અમુક દિવસો પહેલા જ શાંતાબેન ના નામનું ઓનલાઈન બેંક એકાઉન્ટ ખોલી ખોટી અવેજ દેખાડવા મિત એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ખોલી ટ્રાન્જેક્શન કર્યા છે. જો આ પેઢીઓ ની તપાસ કરવામાં આવે તો કેટલાઈ ના તપેલા ચડી જાય એમ છે.
વજેપર ની જમીન પચાવી પાડવા માટે આ ગેંગ દ્વારા રજૂ કરવામાં આવેલ મરણ ન દાખલા તથા તમામ કાગળો બોગસ અને બનાવટી છે જેને નોટરી ચાવડા અને ભાવેશ ફુલતરીયા એ નોટરી કર્યા છે.
ખેડૂતોએ તેની જૂની અરજીમાં નામ જોગ એવી પણ ફરિયાદ કરી છે કે બોગસ વારસાઈ કે આ જમીન નો કબજો લેવા અતુલ બંધુક લઈ ને આવેલો તથા કલેક્ટર કચેરીએ કેસ દરમ્યાન હાથથી બંધુક જેવો ઈશારો કરી ધમકાવવાની કોશિશ કરી હતી.
પત્રકાર અતુલ ગેરકાયદેસર પડાવી લીધેલ જમીન પોતાના નામે કરવા બોગસ ખેડૂત ખાતેદાર પણ બન્યો છે જેની ક્રાઇમ કુંડળી પણ ટૂંક સમયમાં આવશે
હાલ આ કાંડમા ફરિયાદ બાદ પણ હજી આરોપીઓ પકડાયા નથી , અને સરકારમાં પણ આ ઘટના ના બહુ ઘેરા પડઘા પડ્યા છે જેથી ટૂંક સમયમાં નવા જૂની થવાના એંધાણ છે.