મોરબીમાં શહેરીજનોને એ ગ્રેડ ની નગરપાલિકા જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલા આપો પછી મહાનગર પાલીકા નાં સ્વપના ઓ બતાવજો
મોરબીની એગ્રેડ ની નગરપાલિકાને હવે મહાપાલીકામાં ફેરવવાની માગણીઓ થઈ રહી છે મોરબીનું પ્રશાસન એ ગ્રેડની નગરપાલિકામાં પણ પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વામણું પુરવાર થયું છે તો મહાનગર પાલીકા બનતા જાદુઈ ચિરાગની જેમ મોરબીની સકલ સુરત બદલી શકાશે ?
નાના ગામડા ની પંચાયત પણ સ્થાનિક પ્રજાને પૂરી સુવિધા આપે છે ત્યારે મોરબી નગરપાલિકા પ્રશાસન સુવિધા આપવામાં વામણું પુરવાર થયું છે જ્યાં સુધી પ્રશાસન પોતાની ફરજો સાચી નહીં નિભાવે ત્યાં સુધી પાલિકા હોય કે મહાપાલિકા કશો ફેર પડવાનો નથી અને આમ પ્રજાએ મુશ્કેલીઓ વેઠવી પડે તેમ છે અને ઉલટા ના ટેક્સ માં વધારો થશે
મોરબી નગરપાલિકાનો સમાવેશ એ ગ્રેડમાં થાય છે માટે સરકાર દ્વારા ખાસ પ્રકારનું બજેટ આપવામાં આવે છે આમ છતાં પાલિકા બજેટ ક્યાં વાપરે છે અને મોરબીની પ્રજાને આપવામાં આવતી પ્રાથમિક સુવિધામાં કેટલો સુધારો થયો છે તે સમજવું હાલની તકે મુશ્કેલ બન્યું છે જર્જરીત રોડ પર ડામરના લેયર મારી જાણે વિકાસ થયો હોય તેવો ઘાટ રચાતો હોય છે જૂની મુશ્કેલીઓ જેમની તેમ યથાવત જ રહે છે થોડાક અમથા વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ તળાવમાં તકદીર થતા રહે છે. વર્ષોની આ સમસ્યા પાલિકા હલ કરી શકી નથી તો પ્રિમોન્સૂનના નામે થતા ખર્ચાઓ વેડફાઈ રહ્યા છે રોડ રસ્તાની હાલતો રાબેતા મુજબ જર્જરિત છેવાડાના વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત રહે છે બાળકોના મનોરંજન માટેના બાગ બગીચાઓ જાણે બંજર હાલતમાં જોવા મળી રહ્યા છે મનોરંજનથી લઈને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા પ્રશાસન એકદમ વામણું પુરવાર થયું છે
અધૂરામાં પૂરું જિલ્લા કલેકટર પાસે અબાધીત સત્તાઓ હોય છે તેમના નજરમાં પણ મુખ્ય સમસ્યાઓ નહીં આવતી હોય તેવો યક્ષ પ્રશ્નો ઉભો થાય છે હવે થોડા સમયથી મોરબી પાલિકાને મહાપાલીકામાં તબદીલ કરવાની માગણીઓ થઈ રહી છે મહાપાલીકા બન્યા બાદ મોરબીનો વિકાસ જેટ ગતિએ થશે અને બધું આનંદ મંગલ થઇ જશે તેવા વિચારો રજૂ કરાઈ રહ્યા છે આ વિચાર એવો જ છે જેમ કહેવામાં આવ્યું હતું કે મોરબી તાલુકાને જિલ્લામાં તબદલ કરી દેતા મોરબી નો વિકાસ જેટ ગતિએ થશે આજે મોરબી જિલ્લો બન્યાને એક દશકા થી વધુ સમય થયો છે ત્યારે આમ લોકોને કેટલો વિકાસ દેખાઈ રહ્યો છે જિલ્લો તો થયો પણ પ્રજાની મુશ્કેલીઓ જેમની તેમ યથાર્થ સ્થિતિમાં જ રહેલી છે આવું જ કંઈક મહાનગર પાલિકા બનવાના રંગબેરંગી સપના દેખાડવામાં તો આવી રહ્યા નથી ને?
ચોક્કસ પણે પાલિકામાંથી મહાપાલીકામાં મોરબીને પરિવર્તિત કરવામાં આવે તો સ્થાનિક પ્રશાસનને કેટલાક અધિકાર મળી જાય છે જેનો ઉપયોગ બ્યુરોકેટ સારી રીતે કરી શકે છે પરંતુ આ કામ કરે કોણ? છેવટે સ્થાનિક પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓની આમ પ્રજા માટેની ચિંતા અને અને સમર્પણ ભાવનાથી જ મોરબી નો વિકાસ થઇ શકે બાકી મોરબીની હાલત જેમની તેમ રહેવાની છે જ્યાં સુધી ચુંટાયેલા નેતાઓ અને અધિકારીઓ તેમજ પ્રશાસન સારી નિયત અને નિતિમત્તા થી મોરબીના વિકાસના કામો કરે અને સાથે સાથે આમ પ્રજા પણ પોતાના મૂળભૂત હકો માટે જાગૃત રહે
નાના એવા ગામની ગ્રામ પંચાયતો પણ ગામડાઓને રળિયામણુ કરી દેતી હોય છે તો અધધ બેજટ ધરાવતી એ ગ્રેડ ની મોરબી નગરપાલિકા કેમ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે મોરબી પાલિકા ધારે તો ખરા અર્થમાં વિકાસ કરી શકે અંતે તો વાત છે નિતિમત્તા અને ઇમાનદારી ની!! આ નિતિમત્તા અને ઇમાનદારી જ જોવાં નથી મળતી વિપક્ષો દ્વારા પણ અવારનવાર ભ્રષ્ટાચાર નાં આક્ષેપો થતાં રહે છે બાકી નગરપાલિકામાંથી મહાપાલીકા બનાવવા માટે હવામાં તીર છોડવા એ કોઈ મોટી વાત નથી અહીંયા અધિકારીઓને પદાધિકારીઓ પર આક્ષેપ કટકીના થાય છે અને પ્રજા બિચારી સુવિધા ના નામે લટકી જાય છે!!