મોરબી: ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબીની ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા મીથુનભાઈ ધરમરાજ સોની ઉ.વ.૨૫ વાળાએ ગત તા.૨૬-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ વખતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.