મોરબીમાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના ખાટકી વાસમાં બંને પક્ષના શખ્સો વચ્ચે બોલાચાલી થતા બાદમાં બંને વચ્ચે માથાકૂટ થતા બંને એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ખાટકી વાડો કુબેરનાથવાળી શેરીમાં રહેતા આઇશાબેન હુશેનભાઈ કટારીયા (ઉ.વ.૫૯) એ આરોપી શબીર અબ્બાસભાઈ ખાટકી રહે. ખાટકી વાડો મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘર પાસે બેઠક કુતરાને હુડહુડ કરી ભગાડેલ ત્યારે આરોપી ત્યાંથી નીકળેલ જેને એમ ફરીયાદીએ હુડહડમને કહેલ છે એ વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી જપાજપી કરી ફરીયાદીને મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીમાં દરબાર શેરી શક્તી માતાજીના મંદિર પાસે આંબલી ફળીમાં રહેતા સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (ઉ.વ.૨૮) એ આરોપી હુશેનભાઈ કાસમભાઈ કટારીયા, આયુશ હુસેનભાઇ કટારીયા, સહેનાજ જુમાભાઈ ચૌહાણ રહે. બધા ખાટકી વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેના પત્ની તથા સંતાન સાથે પોતાના ઘર તરફ જતા હોય ત્યારે આરોપી ત્યાથી નીકળેલ અને સામા મળતા આરોપીએ ફરીયાદીને ઉભા રાખેલ અને તુ કાલે શું બોલતો હતો તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને તથા ફરીયાદીના પત્નીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને તથા ફરીયાદીના દીકરીને ઢીકા પાટુનો માર મારી શરીરે મૂઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.