મોરબી: બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ આર્મ્સ એકટ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના તથા (૨) મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહીબીશનની કલમ-૬૫એઇ, ૧૧૬બી,૮૧, ૯૮(૨) મુજબના ગુન્હામાં આરોપી મુરાદઅલી હાજીલીયાકત રાજડ રહે. દેરાસર, રાજડ કી બસ્તી તા. રામસર જી. બાડમેર રાજસ્થાન વાળો ઉપરોક્ત બન્ને ગુન્હામાં નાસતો ફરતો હોય અને હાલે બાડમેર તથા પોતાના ઘેર હોવાની બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના બાડમેર ખાતે નાસતા ફરતા આરોપીની તપાસ કરતા બાડમેર શહેર ખાતે જેલ રોડ પર મળી આવતા તેની પુછપરછ કરતા ઉપરોક્ત બન્ને ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. બી પાર્ટ આર્મ્સ એકટ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ અટક કરી મોરબી સીટી એ ડીવી.પોસ્ટે. સોપી આપેલ છે.