Monday, November 18, 2024

મોરબી :- વ્યાજચક્રમાં ફસાય જતા યુવકે ગુડ નાઈટનું લિકવીડ પી જતા ગુન્હો નોંધાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો માથું કાઢી ગયા હોઈ. ત્યારે અવારનવાર લોકો વ્યજચક્રમાં ફસાય જતા હોઈ છે. ત્યારે વ્યાજચક્રમાં ફસાય જતા લોકો દ્વારા આત્મહત્યા કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વ્યાજચક્રમાં ફસાયેલ વધુ એક યુવક દ્વારા પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

પોલીસ મથક થી જાણવા મળતી વિગતો અનુસાર અતુલભાઈ ડાયાભાઈ પટેલ જાતે પટેલ (ઉ.વ.૩૩, રહે શનાળા રોડ) વાળા વ્યાજના ચક્રમાં ફસાય જતા ગુડ નાઈટનું લિક્વિડ પી ગયા હોઈ. જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૦ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ભોગબાનનાર અતુલભાઈ ડાયાભાઈ પટેલ દ્વારા અમુક સમય પહેલા વ્યાજે રૂપિયા લીધા હોઈ ત્યારે ફરિયાદી દ્વારા કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- મૂડી અને વ્યાજ સહિત ચૂકવી દીધા હોઈ પરંતુ ફરિયાદી દ્વારા અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોઈ ત્યારે ફરિયાદીને લાગી આવતા ગુડ નાઈટનું લીક્વિડ પી ગયા હોઈ ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી દ્વારા
(૧) જગાભાઈ ઉર્ફે જીગો જેના પુરા નામ ઠામની ખબર નથી
(૨) રમેશભાઈ બોરીચા જેના પુરા નામ ઠામની ખબર નથી.
(૩) વરૂણભાઈ બોરીચા જેના પુરા નામ ઠામની ખબર નથી
(૪) રાહુલભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી
(૫) રવીભાઈ ડાંગર જેના પુરા નામ ઠામની ખબર નથી
(૬) ડીડીભાઈ રબારી જેના પુરા નામ ઠામની ખબર નથી
(૭) રાજેશભાઈ બોરીચા જેના પુરા નામ ઠામની ખબર નથી
(૮) સિધ્ધરાજસિંહ ગોહિલ જેના પુરા નામ ઠામની ખબર નથી
(૯) ભોલુભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી મો
(૧૦) કાનો.બી જેના પુરા નામ ઠામની ખબર નથી
સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર