મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો વિરુદ્ધ ચેકીંગ ડ્રાઈવ: 38 હજારથી વધુનો દંડ વસુલ્યો
મોરબી જીલ્લામાં હાઈવે રોડ ઉપર “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂદ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૩૯૫ વાહનો ચેક કરવામાં આવેલ તથા નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૧૩ કેશો કરવામાં આવેલ, અને વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૦૯ કેશો કરવામાં આવેલ અને લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૧૬ કેશો કરવામાં આવેલ તેમજ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૦૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ તેમજ અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૦૮ ગુના રજીસ્ટર કરવામાં આવેલ અને વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૦૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ તથા ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૩૮૬૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ.
આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવી છે.