મોરબી : ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતો અને ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગુમ થઈ ગયેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ વામજા જાતે પટેલ એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો રવિ અશોકભાઈ વામજા ( ઉ.36 ) રહે , લજાઈ વાળો ગુમ થઈ ગયો હોવા અંગેની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેમનો દીકરો ટાઈલ્સ માર્કેટિંગનો ધંધો કરતો હતો અને ગત તા .06/05/2022 ના રોજ પોતાના ઘરેથી ટાઈલ્સના માર્કેટિંગ જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને ત્યાર બાદ હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી રવિ વામજા ગુમ થયો હોવા અંગેની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધી યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રીષભનગરમા રહેતા ગીરીરાજસિંહ લખુભા ઝાલા (ઉ.વ.૩૮) નામનો યુવક લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય...